લોકભાષા-ભુજ :
ભુજ શહેરના માધાપર રોડ પર આજે એક દુઃખદ માર્ગ અકસ્માત થયો, જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું
પ્રાથમિક માહિતી અનુસાર, એક ટ્રક ચાલકે બેફામ ઝડપે વાહન ચલાવતા આગળ જઈ રહેલા બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી, અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ તેમનું નિધન થયું હતું
અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થયા અને પોલીસને જાણ કરી હતી . ભુજ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ટ્રક ચાલકની ઘોર બેદરકારી સામે આવતાં, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
આ અકસ્માતને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તેઓએ માધાપર રોડ પર ટ્રાફિક નિયંત્રણ અને અવિરત ઝડપે ચાલતા વાહનો પર લગામ લગાવવાની માંગણી કરી છે.


