લોકભાષા-ભુજ :
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થે
તથા ગૌ માતના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવમ્ નારાયણયજ્ઞ યોજાશે. આ વખતે ભાગવત કથામાં ૪૦૧ જેટલી પોથીઓ મુકવામાં આવશે. તા. ૨૯ માર્ચથી પ્રારંભ થનારી કથાની પૂર્ણાહૂતિ આગામી તા. ૪ એપ્રિલનાં રોજ કરવામાં આવશે. આ કથા દરમ્યાન આવતાં વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.
સતત ૧૩ વર્ષથી ગૌ સેવા ના લાભાર્થે આ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવમાં આવે છે. પારાયણ માં ભારતભર ના જુદા જુદા રાજ્યો અને દુનિયા ના અન્ય દેશો જેવા કે, યુકે, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેન્યા ,આફ્રિકા, ટાન્ઝાનિયા અને સિસ્લષ ના ભકતો કે જેઓ ના સજ્જનો ના અવસાન બાદ તેમના મોક્ષ અર્થે પોથી રખાવેલ છે આ ભાગવત્ પારાયણ દરમિયાન માં
હજારો ની સંખ્યામાં હરિભકતો આ જ્ઞાન યજ્ઞ નો લાભ લેશે તેવું વર્તાયી રહ્યું છે
શુક્રવારે પ્રસાદી મંદિર ખાતેથી વાજતે ગાજતે કાઢવામાં આવેલ પોથી યાત્રામાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગત, વરિષ્ઠ સંતોમાં સ.દ ગુરૂ સનાતનદાસજી, જગતપાવનદાસજી, મુક્તજીવન દાસજી, હરિદાસજી, પ્રસાદી મંદિર ના સંતો માં સ્વામી હરિબળદાસજી, મુકુંદજીવન દાસજી,વિ જ્ઞાનસ્વરૂપહાસજી, કોઠારી સ્વામી અક્ષરપ્રિયદાસજી આદિવડિલ સંતો જોડાયા હતાં. કથાના મુખ્ય યજમાન અ.નિ. માનબાઈ રવજી લાલજી પિંડોરીયા સુપુત્ર નારણભાઈ ભીમજી પિંડોરીયા સહ પરીવાર જ્યારે સહ યજમાન તરીકે અ. નિ. ધનબાઈ લાલજી કરશન ભંડેરી સુપુત્ર કાન્તીભાઈ લાલજી ભંડેરી સહ પરીવાર પોથી ગ્રહણ કરી જોડાયા હતાં. સંપ્રદાયના મંડળધારી સંતોમાં સ્વામી દેવકૃષ્ણદાસજી, બાલકૃષ્ણદાસજી, કેશવજીવનદાસજી, લક્ષ્મી પ્રસાદદાસજી, દેવપ્રકાસ દાસજી, પુરુષોતમ સ્વરૂપદાસજી, ગોલક વિહારીદાસજી, વિશ્વપ્રકાશ દાસજી, મુખ્યકોઠારી મૂરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસીયા, સલાહકાર સમિતિના રામજીભાઈ વેકરીયા તથા ટ્રસ્ટીઓ, સાંખ્ય યોગી બહેનોના મંદિરના મહંત સા.યો શામબાઈ ફઈ અને યજમાન પરિવારો આ પોથીયાત્રામાં જોડાયા હતા.
આ બાબતે વધુ માહિતી આપતાં સ્વામિનારાયણ મંદિરનાં કાર્યવાહક વહીવટી સંત દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે વરિષ્ઠ સંતો અ.નિ.સ્વામી નિરન્નમુક્તદાસજી મુક્તદાસજી, અ.નિ. સ્વામી પ્રભુચરણદાસજી અને અ.નિ સ્વામી સ્વયંપ્રકાશદાસજી
ની પૂણ્ય સ્મૃતિમાં સંત સ્મૃતિ અર્થે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સર્વે પ્રિયજનોનાં સ્મૃત્યર્થે તથા ગૌમાતાનાં લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એવ નારાયણયજ્ઞ યોજાશે. આ કથા દરમિયાન જુદા જુદા પ્રસંગો અનુરૂપ મહોત્સવ ઉજવાશે
તા. ૨૯ એપ્રિલ ના રોજ કથાનો શુભ પ્રારંભ ભુજ મંદિર ના મહંતસ્વામી ધર્મનંદનદાસજીનાં વરદહસ્તે દિપ પ્રાગટય કરી કરવામાં આવશે. તા.૩૦ ના હનુમાન જયંતીની ઉજવણીનાં ભાગરૂપે હનુમાનજીનો અભિષેક, પુષ્પવૃષ્ટી, અન્નકુટ દર્શન સહિતનાં કાર્યક્રમો યોજાશે. આજ દિવસે કથા દરમ્યાન સાંજે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે. તા.૧ એપ્રિલનાં સાંજે કૃષ્ણજન્મોત્સવ તથા તા. ૨ એપ્રિલનાં ગોવર્ધન ઉત્સવ ઉજવાશે. આજ દિવસે રાત્રીનાં કોડાય ગુરૂગુળનાં છાત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવશે. હરિભક્તો દરરોજ સવારે ૮ થી ૧૧ કલાક અને બપોરનાં ૩.૩૦ થી ૬.૩૦ દરમ્યાન કથાનું શ્રવણ કરી શકશે. તા. ૩ એપ્રિલનાં રૂક્ષ્મણી વિવાહ અને તા. ૪ એપ્રિલનાં મહાઆરતી સાથે કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. તા. ૫ ના રોજ નારાયણ યજ્ઞ યોજાશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, કથા દરમ્યાન શાસ્ત્રી સ્વામી નારાયણમુનિદાસજી, શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપ, શાસ્ત્રી સ્વામી સૌનકમુતિદાસજી
કથાનુ રસપાન કરશે. સાંખ્યયોગી બહેનો દ્વારા પણ ૧૦૮ સંહિતા પાઠ નું વાંચન કરવામાં આવશે. સભા સંચાલન નો દોર સ્વામી સુકદેવસ્વરૂપ દાસજી અને સ્વામી હરિકૃષ્ણદાસજી સંભાળશે. જયારે સંગીતની સુરાવલી ને સ્વામી નિર્ભયચરણદાસજી, કપિલમુની દાસજી અને ભજનપ્રકાશદાસજી, સંગત આપશે. પારાયણ દરમિયાન જરૂરી વ્યવસ્થાઓ સંત કોઠારી શાંતિસ્વરૂપદાસજી વિગેરે સંતો સાંભળી રહ્યા છે


