લોકભાષા-ભુજ :
સ્વામિનારાયણ મંદિર ખાતે સર્વ પ્રિયજનોના સ્મૃત્યર્થે તથા ગૌમાતાના લાભાર્થે ચાલી રહેલા સમૂહ શ્રીમદ ભાગવત પારાયણ દરમિયાન રવિવાર ના રોજ શ્રી.હનુમાનજી, ભગવાન શ્રી. રામચંદ્રજી જ્યારે સોમવાર ના દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી સાથે પુપ્ષવર્ષા કરી અન્નકુટ વિગેરે પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા.
સોમવાર ના રોજ સવાર થી કૃષ્ણ જન્મોત્સવ ની તાડમાર તૈયારી હજારો હરિભકતો ના આવનજાવન વચ્ચે ચાલી રહી હતી.
કથા ના બીજા સત્ર માં વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી.વેદાંતસ્વરૂપદાસજી એ
લાડભાવ સાથે બાળગોપાલ કૃષ્ણ લીલા ની અવરણ કથા વર્ણવતા ની સાથે આખો સભા મંડપ જાણે ગોકુળ મય બની જતાં, નંદબાબા બાળ ગોપાલ ને લઈ પ્રવેશતા બાલસખા અને એ સમયે જે ગોકુળ ગ્રામજનો માં ઉત્સવ નો માહોલ હતો તે માહોલ નું જાણે જીવંત દ્રશ્યો સાથે રાસ અને શ્રી કૃષ્ણની પ્રાગટ્ય લીલા ના પ્રસંગો ને વર્ણવ્યા હતા.
કથા પારાયણના મુખ્ય યજમાન નારણભાઈ ભીમજી પિંડોરીયા તથા સહ યજમાન કાન્તીભાઈ લાલજી ભંડેરી બંને યજમાનોએ સહ પરિવારજનો સાથે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવદ્જીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, વહીવટી કાર્યવાહક સંત સ્વામી શ્રી.દેવપ્રકાશદાસજી આદિ સંતો સાથે બાળગોપાલ શ્રી . કૃષ્ણ ને હિરાજડીત સુવર્ણ પારણીયા માં ઝુલાવી પૃથ્વીલોક પર ભગવાન ના અવતરણ ને વધાવ્યા હતા.
સમગ્ર ગુજરાત માંથી સનાતન સંપ્રદાય ધર્મ સાથે જોડાયેલા સંતઓ ભુજ પધારી કૃષ્ણ જન્મોત્સોવનો લાભ લઈ એ આશીર્યવન પાઠવ્યા હતા. કચ્છ દેશના સંતો માં સ.દ ગુરૂ સંતોમા સ્વામી સનાતનદાસજી, .જગતપાવનદાસજી,.દેવકૃષ્ણદાસજી, .રામસ્વરૂપ દાસજી .મુક્તજીવન દાસજી, લક્ષ્મીપ્રસાદદાસજી, કોઠારીઓ માં સ્વામી નારાયણમુનિદાસજી, શાંતિસ્વરૂપદાસજી પ્રસાદી મંદિર ના સંત વિજ્ઞાનસ્વરૂપહાસજી, રાજદ્વારીઓ ઉપસ્થિત રહી કથા શ્રવણ નો લાભ લીધો હતો.
કૃષ્ણ જન્મોત્સોવ દરમ્યાન ગીત સંગીતનાં સથવારે રાસ ની રમઝટ શ્રી નિર્ભયચરણ દાસજી, કપિલમુનિદાસજી સાથે ભજનપ્રકાશદાસજી મધુર કંઠે બોલાવી હતી.
આ જન્મોત્સોવ માં દેશ વિદેશ થી પધારેલા મહેમાનો, રાજદ્વારીઓ, તમામ વ્યવસાયો સાથે જોડાયેલા હરિભકતો, સંસ્થાઓના હોદેદારો સાથે મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી, ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસીયા, સલાહકાર સમિતિ ના રામજીભાઈ વેકરીયા, શશિભાઈ ઠક્કર, અનિલભાઈ બાવા, દેવશી હિરાણી વિગેરે ટ્રસ્ટીઓ, બહોળી સંખ્યામાં ચોવીસી અને શહેરીજન હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સપ્તાહ પારાયણ દરમિયાન સંતો સાથે કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક અને યુવતિ મંડળ સાથે મહિલા મંડળ જુદા જુદા સેવાકીય કાર્યો સાથે સેવાઓ કરી રહ્યા છે


