લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના ભેરૈયા ગામના પાટીયા પાસે શનિવારે રાત્રે સર્જાયેલા અકસ્માતના બનાવમાં કારની અડફેટે સ્કુટર ચાલકનું મોત નીપજ્યું હતું. કાર ચાલક સામે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
નાની વિરાણી ગામે રહેતા રાજેશ મહેન્દ્રભાઇ વાસાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઇ નિતિનભાઇ ગસ્ટો સ્કુટર લઇને નાની વિરાણી ગામે આવી રહ્યા હતા. ત્યારે ભેરૈયા ગામના પાટીયા પાસે આઇ-10 કારના ચાલકે તેમના ભાઇને અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

