લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના મંજલ ગામે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમે બાતમી પરથી દરોડો પાડીને ઘરમાં ગાંજાના છોડનું વાવેતર કરનારા આરોપીને 788 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 7,880 અને મોબાઇલ રોકડ મળી 8,670ના મુદમાલ સાથે પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે બાતમી પરથી મંજલ ગામે મસ્જિદની બાજુમાં સાંકડી શેરીમાં રહેતા અબ્દુલકરીમ ઉર્ફે અકરમ જુસબ ખલીયા (ઉ.વ.27)ના ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના ઘરમાંથી બે ગાંજાના છોડ, અને ત્રણ ગાંજાના સુકાયેલા છોડ તેમજ થડ મળી આવ્યા હતા. આરોપીનાં કબ્જામાંથી રોકડ રૂપિયા 290 અને 5 હજારનો મોબાઇલ તેમજ 788 ગ્રામ ગાંજા સહિતનો મુદમાલ કબ્જે કરીને નખત્રાપા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુદબ ગુનો નોંધાવ્યો હતો. આ કામગીરીમાં એસઓજીના ઇન્સ્પેકટર વી.વી.ભોલા, એ.એસ.આઇ.નરેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.