લોકભાષા-આણંદપર :
આ વર્ષ કચ્છમાં વરસાદ સારો પડતા વગડાઓમાં ઘાસ ચારો સારા પ્રમાણમાં ઉગી નિકળ્યો છે. આ ચારો શિયાળાના ચાર મહિના સુધી ચાલતો હોય છે. પશુઓ ત્યાં સુધી ચારણ કરતા હોય છે. જયાં સુધી વગડામાં ચારો હોય છે. ઉનાળાની શરૂઆત થતા જ પશુઓ માટે પશુપાલકોને ચારા માટે તકલીફ પડતી હોય છે. ત્યારે સીમમાં પણ ચારો ખુટવાથી પરેશાની ભોગવવી પડે છે. વગડામાં ચારો ખૂટતાની સાથેજ ચારાના ભાવો પણ વધારે થઈ જતા હોય છે. જેથી કરીને ભાવો વધારે દેવા પડતા હોય છે.
મગફળીનો ચારો પશુઓ માટે એકદમ માફક આવતો હોય છે. મગફળી(કોટી)નો ચારો પશુઓ માટે સારો હોય છે. ખેડૂતો દ્વારા વર્ષમાં મગફળીનું વાવેતર ઉનાળુ અને ચોમાસુ એમ બે વખત વાવેતર કરવામાં આવે છે. જેમાં મગફળીનું વાવેતર વધારે પડતું ચોમાસામાં કરવામાં આવતું હોય છે. જયાં પાણી સારા હોય ત્યાં બે વખત ખેડુતો વાવેતર કરતા હોય છે. જયાં પાણી નબળા હોય ત્યાં ખાલી ચોમાસામાં કરતા હોય છે. ચોમાસાનું પાલર પાણી મગફળીના પાકને મળતા સારો એવો ફાયદો કરાવે છે.અને મગફળીની કોટી(ચારો) સારો થાય છે.
આમ મગફળી નીકળતાંની સાથેજ પશુપાલકો ખેડુતોની વાડીના ખળામાં જઈને ચારાનો વેપાર કરતા હોય છે. કોઈક ખેડુત મણના ભાવે, અમુક ભારી પર અમુક ટ્રેકટરની ટ્રોલી પર તો અમુક ખેડુતો તેમજ પશુ પાલકો વાડીના ખળામાં પડેલા ચારાના ઢગલાઓનું ઉધડમાં વેપાર કરતા હોય છે.હાલ સીઝન પર કોટીનો મણ(ચાલીસ) કીલોનો ભાવ અઢીસોથી રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયામાં વેચાય છે.જયારે ઉનાળાની સીઝનમાં ચારાની અછત થાય છે.ત્યારે એક મણના ભાવ ત્રસોથી લઈને ચારસો રૂપિયા સુધી ભાવ બોલાતા હોય છે.જેથી કરીને પશુપાલકો પોતાના પશુઓને ચારાની તકલીફ ના પડે એટલા માટે સીઝન પર ચારાની વ્યવસ્થા કરતા હોય છે.જે ટ્રેકટર કે ટ્રક દ્વારા પોતાના ઢોરવાડા સુધી પહોંચતો કરીને સાચવતા હોય છે.એવીજ રીતે આણંદપર(યક્ષ) પથકના વિસ્તારના પશુપાલકો પોતાના પશુઓ માટે ચારો ટ્રેકટર મારફતે લઈ જતા નજરે પડે છે.

