લોકભાષા-ભુજ :
માંડવીમા નોંધાયેલા સ્ત્રી અત્યાચારના ગુનામાં આરોપીને વૃંદાવનથી ઝડપી લેવાયો હતો.
પત્રકાર પરિષદમાં એસપી વિકાસ સુંડાએ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદથી ઝીરો નંબરથી એફઆઈઆર અહીં ટ્રાન્સફર થઈ હતી, જેમાં ભોગ બનનાર મહિલાની પુછપરછ કરી હકીકત જણાઈ આવતા માંડવી પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. આરોપીએ લગ્નની લાલચ આપી શરીર સબંધ બાંધી સાત લાખ રૂપિયા પડાવી લીધા હતા. રેપ વિથ વિશ્વાસઘાતના આ ગુનામાં માંડવી પોલીસે વૃંદાવન જઈને આરોપી મુળ રાજસ્થાનના કોટાના હર્ષિત ઉર્ફે હર્ષ જગદીશ પરેતાની ધરપકડ કરી છે આગળની તપાસ ચાલુ છે.


