લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના પાંચોટીયા ગામના હાલે માંડવી ખાતે રહેતા બુટલેગર સામે અનેક પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયા હોઇ આરોપી સામે પાસાની દરખાસ્ત મંજુર થતાં અટકાયત કરીને પાસાના કાયદા તળે વડોદરા જેલમાં મોકલી અપાયો છે.
માંડવીના ભક્તિનગરમાં રહેતા દેવરાજ ગોપાલ ગઢવી (ઉ.વ.42) નામના બુટલેગર સામે પશ્ચિમ કચ્છના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના સંખ્યાબંધ ગુના નોંધાયા હોઇ બુટલેગરની દારૂ વેચવાની પ્રવૃત્તિથી લોકોના જાહેર જીવન પર અસર પડતી હોવાથી તેના વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે કલેક્ટરે મંજુર કરતા આરોપી દેવરાજ ગોપાલ ગઢવીને ઝડપી પાડીને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી સામે માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને પાટણ સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ 22 જેટલા ગુનાઓ નોંધાયા છે.


