લોકભાષા-ભુજ :
માંડવીના મોઢવા ગામે રહેણાકના મકાનમાંથી આધાર વીનાના ડીઝલ અને પેટ્રોલના જથ્થા સાથે એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મોઢવા ગામે રહેતા ફારૂક ફતેમામદ ભટ્ટીના ઘરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરમાંથી 510 લીટર ડીઝલ કિંમત 54,900 અને 7,520ની કિંમતનું 80 લીટર પેટ્રોલ મળી આવ્યું હતું. ફારૂક પાસે જેના આધર પુરાવા ન હોવાથી મુદમાલ સાથે આરોપીની અટકાયત કરીને માંડવી મરિન પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.


