લોકભાષા-ગાંધીધામ :
કચ્છમાં બપોર બાદ અમુક વિસ્તારમાં વાતાવરણ બદલાયું હતું અને માવઠું વરસતા અનેક વિસ્તારોમાં માર્ગ ઉપર પાણી વહી નીકળ્યા હતા તો અમુક વિસ્તારોમાં તો ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો.
કચ્છના માંડવી અને અબડાસા પંથકમાં બપોર બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે માવઠું વરસ્યુ હતું એક તરફ અસહ્ય ગરમીથી શેકાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે માંડવી અને અબડાસા પંથકમાં વરસાદ વરસ્યો હતો અમુક વિસ્તારોમાં તો પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા જાણે ચોમાસું હોય તેવું માહોલ સર્જાયો હતો.
જોકે આ વરસાદના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે ખાસ કરીને બાગાયતી પાકમાં નુકસાન થાય એમ મનાય છે બદલાયેલા વાતાવરણ બાદ માંડવી તાલુકાના વેકરા નાના તાડીયા ગાંધીગ્રામ ગોધરા જ્યારે અબડાસાના મોટા કરોડિયા બહા અને ધોળાવીરામાં પણ માવઠુ વરસ્યુ હતુ. એક તરફ કચ્છમાં રેકોર્ડ બ્રેક ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
આ વર્ષે ચોમાસામાં પણ માંડવી મુન્દ્રા અને અબડાસા પંથકમા ભારે વરસાદ પડ્યો હતો જ્યારે હાલમાં પણ માવઠુ વરસતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ ગયો છે.