લોકભાષા-ગાંધીધામ :
માંડવી બીચ પર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા હતા બીચ પર લારી ગલ્લા ધારકોને નડતરરૂપ દબાણ દૂર કર્યા હતા
વહીવહી તંત્રએ 150 જેટલા દબાણ દૂર કર્યા હતા.પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા હતા.તંત્રએ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી.મામલતદાર ,નગરપાલિકા અને પોલીસની હાજરીમાં દબાણ દબાણ દૂર કર્યા હતા

ઉલ્લેખનીય એ છે કે માંડવી દરિયા કિનારા પર રોજનદારો જે પોતાની રોજી રોટી માટે દરિયા કિનારે ખાણી પીણી નો ધધો કરે છે જેમાં માંડવી તંત્ર માં માંડવી મામલદાર તથા નગર પાલિકા ચીફ ઓફિસર પોલીસને સાથે રાખી દબાણો હટાવવા જતા માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરાજભાઈ તે બાબતે ત્યાં પહોંચી રજુઆત કરવા જતા તેમને કોની સૂચનાથી આ કરવામાં આવે છે તો ઉપરથી સૂચના છે તેવું કહેલ અને ખેરાજભાઈ કહ્યું બપોર પછી બધા સાથે મિટિંગ કરી દબાણ હટાવવાની રજુઆત કરી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવતા લોકો ઉશ્કેરાયા હતા અને માહોલ તંગ બની ગયો હતો.

