લોકભાષા-ગાંધીધામ :
પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં રાત્રે મહા આરતી સાથે રાસ ગરબાની રમઝટ જામશે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ ઉજવાતા ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના મંદિર પરિસરમાં ગરબીની સ્થાપના કરી દરરોજ રાત્રે માતાજીની આરતી ઉતારવાની સાથે રાસ ગરબા સાથે દુહા છંદનો કાર્યક્રમ યોજાય છે જેમાં ગ્રામજનો સાથે ભાવિકો પણ જોડાય છે તો બીજી તરફ ચૈત્રી નવરાત્રી પર્વને લઈને અહીં મોટી સંખ્યામાં યાત્રિકોમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે આવી રહ્યા હોવાથી અહીં મીની મેળાનો માહોલ જોવા મળી રહ્યો છે અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ અહીં ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વને લઈને માં આશાપુરા માતાજીના મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટો વડે શણગાર કરવામાં આવ્યો છે અહીં ઉજવાતા આ ધાર્મિક પર્વ અંતર્ગત આજે તા. 2/4 ને બુધવારે રાત્રે મંદિર પરિસરમાં કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર ઉમેશ બારોટ તેમજ માતાના મઢના રાજા વાસુ ગ્રુપ દ્વારા મહા આરતી સાથે રાસ ગરબાનું આયોજન માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે


