લોકભાષા-ગાંધીધામ :
દેશી દેવી મા આશાપુરા માતાના મઢ ખાતે હનુમંતસિંહએ પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો જ્યારે ભુજના આશાપુરા મંદિરે મહારાણી પ્રીતિ દેવીએ પતરીનો પ્રસાદ ઝીલી પરંપરા નિભાવી હતી.

કચ્છની આસ્થા સાથે જોડાયેલા માતાના મઢ ખાતે હનુમંતસિંહ દ્વારા માતાજીનો પ્રસાદ મેળવ્યો હતો દર વર્ષે નવરાત્રીમાં માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પરંપરાગત રીતે ચાલી આવતી આ વિધિમાં વિવાદ બાદ રાજ્યની વડી અદાલતે આપેલા હુકમ બાદ હનુમંતસિંહએ આજે સવારે માતાના મઢ ખાતે ચામરીયાત્રાનો ચાચરકુંડથી પ્રારંભ કરી માતાનામઢ તરફ પ્રસ્થાન કર્યું હતું અને માં આશાપુરા પાસેથી પરંપરાગત રીતે પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો આ સમયે ઉપસ્થિત હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીનો જય જય કાર કર્યો હતો.
જ્યારે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ ભુજ ખાતે આવેલ આશાપુરા મંદિરએ પતરી વિધિ કરી હતી અને માતાજીનો પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો સવારે યોજાયેલા આ ધાર્મિક કાર્યમાં મહારાણી પ્રીતિદેવીએ પરંપરાગત રીતે પતરીનો પ્રસાદ ઝીલ્યો હતો. ભુજના આશાપુરા મંદિરે પણ પતરી ઝીલવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે પરંતુ મહિલા દ્વારા માતાજીનો પ્રસાદ ઝીલવામાં આવ્યું હોય તેવું ઘણા વર્ષો બાદ બન્યું હતું કચ્છના આસ્થા કેન્દ્રો પૈકી માતાના મઢ અને ભુજ ખાતે આવેલ આશાપુરા મંદિરે પરંપરાગત રીતે માતાજીના પ્રસાદ ઝીલવાની પરંપરા ભક્તિભાવ અને આસ્થા સાથે સંપન્ન થયો હતો બંને આસ્થાના સ્થાનકો ઉપર મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીનો જયજયકાર બોલાવ્યો હતો.


