લોકભાષા-આણંદપર :
“સોળ શ્રાદ્ધ નવ નોરતા રે વાલમાં વિસે દિવસે દિવાળી આવશે.”સોળ શ્રાદ્ધ પુરા થવાની તૈયારી માં છે. અને નવરાત્રી શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તેમને મનાવવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી એટલે નવલા નોરતા આ નવે નવ નોરતામાં માતાજીના ગરબા ગાઈને પૂજા કરવામાં આવતી હોય છે. તેમજ માતાજીના સ્થાનકે પગપાળા જતા હોય છે. ચામુંડા માતાજી, અંબે માતાજી, રવેચી માતાજી, ડોણ મધ્યે આવેલ આયુ માતાજી, નેત્રા મધ્યે આવેલ જોગમૈયા માતાજી સહિતના સ્થળોએ લોકો પગપાળા જઈને પોતાની માનતા ઉતારવા જતા હોય છે. આ પગપાળા જતા પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ જાતની તકલીફો ના પડે એ માટે સેવાભાવીઓ દ્વારા કેમ્પો બનાવવા માં આવતા હોય છે.
એવીજ રીતે માતાનામઢ મધ્યે આવેલ માં આશાપુરાના નવરાત્રી પર્વ નિમિત્તે લોકો પગપાળા જાય છે.પહેલા લોકો પગપાળા જવા પહેલા નોરતેથી શરૂઆત કરતા હતા. હાલ શ્રાધ્ધ (ભાદરવા) મહિનાથી શરૂઆત કરવામાં આવી રહી છે. માતાનામઢ પગપાળા જવા માટે કચ્છ જીલ્લા સહિત બીજા જીલ્લાઓ તેમજ રાજ્યમાંથી પણ આવી રહ્યા છે. મુંબઈથી વર્ષોથી સાઈકલ દ્વારા માતાનામઢ આવી રહ્યા છે.અમુક લોકો પગપાળા તો અમુક લોકો પોતાના વાહન મારફતે આવી રહ્યા છે.બીજા જીલ્લાઓ તેમજ બીજા રાજ્યમાંથી આવતા પદયાત્રીઓને કોઈપણ જાતની તકલીફ ના પડે તે માટે સેવાભાવીઓ દ્વારા સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
ક્ચ્છ સામખીયાળીથી માતાનામઢ જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પો ક્યાંક ચાલુ થઈ ગયા છે.તો કયાંક તૈયારીઓ થઈ રહી છે.એવીજ રીતે ભુજ-નખત્રાણા હાઈવેપર માતાનામઢ જતા પદયાત્રીઓને આવકારવા કેમ્પોની ફૂલ તૈયારીઓ થઈ રહી છે.આ કેમ્પો એક કિલોમીટરના અંતરમાં ત્રણથી ચાર કેમ્પો જોવા મળી રહ્યા છે.દરેક કેમ્પોમાં દરેક જાતની સુવિધાઓ જેવી કે સવારના ન્હાવા માટેની વ્યવસ્થા,સવારના ચા-પાણી નાસ્તો, બપોરના જમણવાર, સાંજના જમવાનું તેમજ સતત ચોવીસ કલાક નાસ્તો અને ચાય પદયાત્રીઓ માટે ચાલુ રાખવા આવતી હોય છે. તેમજ મેડિકલ સેવા, મોબાઈલ વાહન દ્વારા ઠંડુ પાણી, ઠંડા પીણા સહિતની સુવિધાઓ સેવાભાવીઓ સેવા કરી રહ્યા છે. એવીજ રીતે ભુજ-નખત્રાણા હાઈવેપર દેવપર(યક્ષ) નજીક પદયાત્રીઓને આવકારવા કેમ્પની તૈયારીઓ થઈ રહી છે.


