લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના માતાનામઢ લીગ્નાઇટ ખાણમાં બેદરકારીથી ટ્રક રીવર્સમાં લઇ બે ટ્રક વચ્ચે યુવાનને દબાવી મોત નીપજાવવાના કેસમાં ટ્રક ચાલક અને જીએમડીસી માઇન્સ ના જવાબદાર વ્યક્તિઓ તેમજ કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતી સિક્યુરીટી તથા તપાસમાં નીકળે તે સહિતનાઓ વિરૂધ્ધ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
મુળ રાજસ્થાનના અને હાલ નખત્રાણા તાલુકાના લીફરી મેવાનગરમાં રહેતા શીશુપાલસિંહ ઉમેદસિંહ સોઢાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગુરૂવારે રાત્રીના તેમના મરણજનાર પિતા ઉમેદસિંહ મહાદાનસિંહ સોઢા માલિકીની ટ્રક લઇને માતાનામઢ જીએમડીસીની માઇન્સ પર ગયા હતા. ત્યાં આગળ ઉભેલી ટ્રકના ચાલકે રીવર્સમાં ટ્રક લઇને ફરિયાદીના પિતાને બે ટ્રકો વચ્ચે કચડી નાખી મોત નીપજાવ્યું હતું. જેથી ટ્રક ચાલક તથા માઇન્સના જવાબદાર વ્યક્તિઓ અને સિક્યુરીટી એજન્સી સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ તપાસ કરી છે.

