લોકભાષા-ભુજ :
ભૂજ થી 100 કી.મી. અંતરે આવેલ 19મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ આસો નવરાત્રી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. આધ્યા શકિત આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. નવરાત્રી શકિતઉપાસનાનું મહાન પર્વ ગણાય છે. શકિત વિના જીવનમાં આગળ વધવું મુશ્કેલ છે. તમામ શકિતને દેવી શકિત માનવામાં આવે છે. પ્રાચીન કાળથી શકિત પ્રથા ભારતમાં કરવામાં આવે છે. શકિત સંહાર અને કલ્યાણકારી છે. શિવ પત્નિ પાર્વતી પણ શકિત અવતાર ગણાય છે.
માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. ત્યા આસો નવરાત્રી તા.2.10.2024, પ્રારંભ થશે હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ સમગ્ર હવનની વિધિ કરાવશે. રાજાબાવા યોગેન્દ્રશિંહજી સાતમનાં બિડું હોમાશે. આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્મૃતિ, શ્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે. રાત્રે 12:30 કલાકે બિડું હોમાશે.આઠમના પત્રી વિધિ યોજાશે.માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી’ ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે.
સમગ્ર કચ્છમાં કચ્છી માડું કઠોર પરિશ્રમ કરી પગપાળા માઇભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ ઘણીયાણી માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્છી માડું પદયાત્રીઓના વિના મુલ્યે વિના સંકોચ ભોજન. ચા. દુધ, દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે.
માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ દર્શનાર્થી ભાવિકોએ માતાનામઢ ટ્રસ્ટી-ગણ દ્વારા મંદિરના નિયમોનુ ચુસ્ત પાલન કરવાનું રહેશે.
માતાના મઢ ટ્રસ્ટીગણની દરેક દર્શનાર્થીઓને સુચના હિંદુ ધર્મ રીવાજ વસ્ત્ર પરિધાન પહેરવા, ધુમ્રપાન, નશાકારક પદાર્થો નિષેધ છે. સ્વચ્છતા જાણવવા સાથ સહકાર આપવા દરેક ભાવિકોને વિનંતી કરાઈ છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા, વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટ્રીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વે દુ:ખોનો નાશ થાય છે. લાખો શ્રધ્ધાળુઓની આશાઓ પરિપૂર્ણ થાય છે.


