લોકભાષા-ભુજ :
તાલુકાના પરા ગણાતા માધાપર ગામમા આવેલ રાજાશાહી વખતના ઐતિહાસિક તળાવોની હાલત દયનિય બની જવા પામી છે. પંચાયત તંત્રની ઉદાસીનતાના કારણે તળાવો નષ્ટ થઈ રહ્યા છે.
એક તરફ નવા તળાવ ચેકડેમ બની રહ્યા છે અને કરોડોનું આંધણ થઇ રહ્યું છે ત્યાં બીજી તરફ જે હયાત તળાવ આવેલા છે તેની યોગ્ય માવજતના અભાવે સોથ વળી રહ્યો છે.
જુનાવાસ પંચાયત સદસ્ય દિલીપ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે માધાપરના જખ મંદિર સામે આવેલ તળાવ તેમજ જગાવાળા તળાવ આજે દયનિય હાલતમા જોવા મળી રહ્યા છે. આસપાસ ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે .આ તળાવો રાજાશાહી વખતના નિર્માણ પામ્યા છે અહીંના જગાવાળા તળાવમાં ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે આ તળાવ મા ગટરનું પાણી મિશ્રિત થતાં પાણી પીવાલાયક નથી. ચારે તરફ કચરાઓ જોઈ શકાય છે આ ઉપરાંત જખ મંદિર પાસે તળાવની આજ સ્થિતિ જોઈ શકાય છે.અહીં ચારે તરફ દબાણ તેમજ કાટમાળ જોઈ શકાય છે. નવાવાસના પૂર્વ સરપંચ અરજણભાઈ ભુડિયાના જણાવ્યા પ્રમાણે 2012 માં યક્ષ તળાવનું લોક ભાગીદારીથી 25 લાખના ખર્ચે સુધારણા કરવામાં આવ્યુ હતુ પરંતુ યોગ્ય માવજતના અભાવે આજે તળાવની હાલત દયનિય બની જવા પામી છે. જે રીતે માધાપરના કારીમોરી તળાવને વિક્સાવવામાં આવ્યુ છે તે રીતે બન્ને તળાવને લેવલિંગ કરીને ચારે તરફ વૃક્ષો તેમજ બેઠક વ્યવસ્થા કરવામાં આવે તો ઉપયોગી સાબિત થશે.


