લોકભાષા-ભુજ :
તાજેતરમાં માધાપર સર્કલ નજીક અકસ્માતના બનાવમાં પટેલ પરીવારની ૨૫ વર્ષિય દિકરીનું મોત નિપજયું હતું. તંત્રની બેદરકારીને લઈને આ ઘટના બનવા પામી હતી. ફરી આ જ જગ્યાએ કોઈ ઘટના ન બને તે માટે માધાપર ગ્રામજનો જાગૃત થઈને સર્કલ નાનુ બનાવવાની કામગીરી હાથ ધરી છે.
બે દિવસ પૂર્વે માધાપરની પોલીસ ચોકી સામે જ કપચીના કારણે એકટીવા સ્લીપ થતાં પાછળથી આવી રહેલાટ્રેલરના ટાયરના જોટામાં આવી જતાં ભુજની મહિલા કોલેજમાં ફરજ બજાવતી પીટીશિક્ષિકાનું મોત નિપજ્યું હતું. આ બનાવમાંતંત્રની બેદરકારીધ્યાને આવી હતી. વીવીઆઈપી મૂવમેન્ટવખતે પાણી ઢાંકવા માટે કપચી નાખવામાં આવી હતી. પરંતુ રસ્તો રીસર્ફેસીંગ કરાયો ન હતો. આ કપચી પરથી પસાર થવામાં બેલેન્સ ગુમાવતા આ કરૂણબનાવ બનવા પામ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈહતી. બનાવના બીજા દિવસે પણ તંત્રના પેટનું પાણી હલ્યું નહતું. જોકેદિકરીના મોત બાદ માધાપર ગામના લોકો જાગૃત થયા હતા. અન્ય કોઈનો ભોગ ન લેવાય તે માટે સ્વખર્ચે કામગીરી હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનની સામે આવેલું સુવર્ણ શતાબ્દી સર્કલ મોટું હોવાથી ટ્રાફિકજામ થાય છે. ત્યારે આસર્કલને ત્રણ મીટર તોડવામાં આવ્યું છે. જેમાં માધાપર તરફ ૨ મીટર અને સામે ૧ મીટર તોડવામાં આવ્યું છે. તેમજ જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં પડેલા કપચી અને મેટલના ઢગલા જેસીબીની મદદથી ઉપાડી લેવામાં આવ્યા છે. તેમજવાવ પાસે પણ મલબો ઉપાડીને રસ્તો સમથળ કરીને ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી. મલબો હટાવી લેવાતા માર્ગ ૧૦થી ૧૫ મીટર પહોળો થવા પામ્યો છે. નવાઈની વાત એ છે કે, આતમામ કામગીરી માર્ગ અને મકાન વિભાગને કરવાની હોય છે પરંતુ આવિભાગનો કોઈ વ્યક્તિ ફરક્યોન હતો. માધાપર લેવા પટેલ સમાજના આગેવાન અરજણભાઈ ભુડિયાની આગેવાનીમાં ગ્રામજનોએ સ્વેચ્છાએ જેસીબી ટ્રેકટર સહિતના વાહનો લઈ આવ્યા હતા. અને બે દિવસથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.


