લોકભાષા-ભુજ :
માધાપર હાઇવે પર જુનાવાસમાં આવેલી ત્રિલોક કાર્ગો સર્વિસ નામની ઓફિસના તાળા તોડી કોઇ અજાણ્યો શખ્સ ડ્રોઅરનું લોક તોડીને અંદરથી રોકડા રૂપિયા 20 હજારની ચોરી કરી જતાં માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
માધાપર હાઇવે પરની ત્રિલોક કાર્ગો સર્વિસ નામની ઓફિસમાં કામ કરતા મેનેજર મેહુલભાઇ સોમાભાઇ જોષીએ ફરિયાદમાં જણાવ્યું હતું. કે, ચોરીનો બનાવ ગુરૂવારે રાત્રી દરમિયાન બન્યો હતો. ઓફિસના ડ્રોઅરની અંદર સ્પેરપાર્ટના પાર્સલના આવેલા રૂપિયા 20 હજાર રાખ્યા હતા. તે કોઇ અજાણ્યો શખ્સ ઓફિસના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશીને ડ્રોઅરનું લોક તોડી તેમાંથી રૂપિયા 20 હજારની ચોરી કરી ગયો હતો. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે.

