લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છ આપઘાતના અલગ અલગ ત્રણ બનાવમાં યુવાન, વૃધ્ધ અને યુવતીના મોત નિપજ્યા છે. માધાપરમાં યુવાને અકડ કારણોસર અને માંડવીના મોમાયમોરા ગામે વૃધ્ધે લકવાની બીમારીથી કંટાળીને ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, તો, ભુજ તાલુકાના ગડપાદર ગામની વાડીમાં ખેત મજુર યુવતીએ ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો હતો. મૃતકોના પરિવારજનોમાં બનાવને લઇ શોકનો માહોલ સર્જાઇ ગયો હતો.
માધાપર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપર ભાદરકા સોસાયટીમાં રહેતા શંકરગીરી અશોકગીરી ગુસાઇ (ઉ.વ. 27) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર રવિવારે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર લોખંડની આડી પર સાડી વળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. હતભાગીને જી.કે.જનલર હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. માધાપર પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ કરી છે. તો, બીજીતરફ માંડવી તાલુકાના મોમાયમોરા ગામે રહેતા 68 વર્ષીય પ્રાણજીવનભાઇ પ્રેમજીભાઇ રાજગોર નામના વૃધ્ધને લકવા હોઇ માનસિક રીતે વિચલિત હોઇ જેને કારણે કંટાળી જઇને રવિવારે બપોરે ત્રણ વાગ્યે પોતાના રહેણાકના મકાનમાં લોખંડના એંગલ પર દોરડા વળે ફાંસો ખાઇ લેતાં તેમને ગઢશીશા સીએચસીમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ કરી છે. તો, બીજીતરફ ભુજ તાલુકાના ગડપાદર ગામની વાડીમાં કામ કરતા પુષ્પાબેન નાનજીભાઇ ભુરીયા (ઉ.વ.18) નામની યુવતીએ સોમવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં શંભુભાઇ નારાણભાઇ બરાડીયાની વાડીમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. માધાપર પોલીસે બનાવની નોંધ લઇને યુવતીના આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

