લોકભાષા-ગાંધીધામ :
માધાપર ખાતે એક જ સમાજના બે જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચકીઓ હતો અને પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ માધાપર ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી બે જૂથ આમને સામે આવી જતા મામલો ઉગ્ર બન્યો હતો એકત્ર થયેલા લોકો મોટી સંખ્યામાં હોવાથી પોલીસ દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોને સમજાવી પરત મોકલી આપ્યા હત જોકે આ બાબતે પોલીસ મથકે કોઈ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું નથી રાત્રિના સમયે બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જેમા બે જુથ સામ સામે આવી ગયા હોવાનું આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે દરમિયાન પોલીસે લોકોને સમજાવી પરત મોકલી મામલો થાળે પાડયો હતો.

