લોકભાષા-ભુજ :
તાલુકાના માધાપર અને માંડવીમાં જાહેરનામાનો ભંગ કરીને ચાઈનીસ દોરા વેચતા બે ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ માધાપરના બસ સ્ટેશન પાસે રાજ સુધીરભાઈઠક્કર દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ ૮ કિ. રૂા. ૪,૦૦૦ વેચાણ માટે રાખી હતી. જે જપ્ત કરીને જાહેરનામાના ભંગ બદલ માધાપર પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
બીજી તરફ માંડવીના સાંજીપડી વિસ્તારમાં ધ્રુવ વાલજીભાઈ હિરાણીએ ચાઈનીસ પ્લાસ્ટીક દોરાઓ વેચાણ માટે રાખ્યા હતા તેઓ પાસેથી ફિરકી નંગ ૭કિ.રૂા. ૨૮૦૦ની કબજે કરીને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

