લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર ગામમાં અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આરોપીઓ ઉપર કોમ્બીગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં 28 જેટલા તિક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા અને 10 સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.
આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ પૂર્વ કચ્છ એલસીબી એસોજી અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસના અધિકારી અને કર્મચારીઓ મળી 176 જેટલા અધિકારીઓ કર્મચારીઓની અલગ અલગ બનાવી આ બંને ગામમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાહેર સુલેહ શાંતિ ને નડતરરૂપ થઈ શકે તેવા શખ્શોના રહેણાંક મકાનોની જડતી લઈ તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં અમુક સ્થળોએથી પ્રાણ ઘાતક તીક્ષણ હથિયારો મળી આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 28 જેટલા તિક્ષ્ણ હથિયારો ને કબજે લીધા છે જ્યારે 10 શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાલી કાર્યવાહી હાથ ધરી હતી.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા મીઠીરોહર અને ખારીરોહર ગામમાં હાથ ધરેલી કાર્યવાહીમાં હિસ્ટ્રીસીટર એમ સી આર અને સક્રિય ગુનેગારો મળી 48 શખ્સોના મકાનની જડતી કરવામાં આવી હતી જ્યારે 64 વાહન નું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને છ જેટલા બુટલેગરની તપાસ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ના અધિકારી કર્મચારી ઉપરાંત એસઓજી એલસીબીના અધિકારી કર્મચારીઓ પણ જોડાયા હતા