લોકભાષા-ગાંધીધામ :
મીઠીરોહ૨ સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાંથી મળી આવેલ શંકાસ્પદ ચોખાની બોરીઓ ગોડાઉનમાંથી ચો૨ી ક૨વાના ગુનાના આરોપીઓની ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચાર શખ્સોની ધ૨પકડ ક૨ી ચોખાની બોરીઓ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ હાઇવે વિસ્તા૨માં પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન હ્યુમન સોર્સ થી મળેલ બાતમી આધારે મીઠીરોહ૨ સિમ વિસ્તારમાં આવેલ મીટ ઈન્ડીયા કંપનીની પાછળના ભાગે બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ ચોખાની ૫૦ કિલોની ક્ષમતા વાળી બોરી નંગ-૨૬ તથા બે મોટર સાઈકલ વાહનો સાથે સિકંદર ૨મજુ સોઢાને પકડી પાડયો હતો જેની પુછપરછ દરમ્યાન આ ચોખાની બોરીઓ સાગરીતો સાથે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
દરમિયાન પોલીસે આરોપી સિકંદર રમજુ સોઢા ઉ.વ. ૨૫ રહે-ખારીરોહ૨ તા ગાંધીધામ, શોયબ ઉર્ફે શબીર ઇલીયાસભાઈ કકલ ઉ.વ. ૨૧ ૨હે-મીઠીરોહ૨ તા-ગાંધીધામ, સાહીલ ઉર્ફે કટપ્પા અબ્બાસ સોઢા ઉ.વ.૧૯ ૨હે-મીઠીરોહ૨ તા- ગાંધીધામ, અબ્દુલ ઉર્ફે ગુરખો આમદ સોઢા ઉ.વ.૨૭ ૨હે-મીઠીરોહ૨ તા-ગાંધીધામને ચોખાની ૫૦ કિલોની ક્ષમતા વાળી બોરી નંગ-૨૬ કિંમત રૂપિયા ૫૨,૦૦૦, પ્લસ૨ મોટરસાયકલ નં. જીજે-૧૨-ઈબી-૫૪૬૮ કિંમત રૂપિયા ૫૦,૦૦૦, સ્પેલન્ડર મોટરસાયકલ નં. જીજે-૩૯-ડી-૯૮૯૧ કિંમત રૂપિયા ૨૫,૦૦૦ સાથે ઝડપી લઈ કે કાર્યવાહી હાથ ધરી હતી.


