લોકભાષા-ભુજ :
મુંદરાના ટિજી કન્ટેનર ફ્રેટ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બેઝ ઓઇલના કન્ટેનરમાં લીકેજ થતા આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તાત્કાલિક અદાણી પોર્ટના બે ફાયર ફાયટરની ટિમ સ્થળ પર પહોંચી હતી
દોઢ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી
જો કે કોઈ જાનહાની થવા પામી નથી.આ બનાવના પગલે દોડધામ ફેલાઈ હતી
ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રામાં મોટા ગજાની કંપનીઓ કાર્યરત છે તેમજ અનેક કન્ટેનર યાર્ડ પણ આવેલા છે પણ તેની સામે જોવા જઈએ તો ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે હજુ એક દિવસ પૂર્વે પણ આગની ઘટના બનવા પામી હતી ત્યારે અનેક સવાલ ઉભા થવા પામ્યા છે.ઔધોગિક એકમોથી ધમધમતા શહેરમાં ફાયરના નામે સુન્ય કામગીરી છે ત્યારે હજુ પણ તંત્ર ગંભીર નહીં બને તો મોટી દુર્ઘટના સર્જાશે તે એક હકીકત છે


