લોકભાષા-ગાંધીધામ :
ભારતના મહાબંદરગાહોના છ મજદૂર મહાસંઘો અને ભારત સરકાર વચ્ચે મુંબઈ ખાતે મળેલી બેઠકમાં પોર્ટ અને ગોદી કામદારોના પગાર અને પેન્શન વધારા માટેની આખરી ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં અમુક નિર્ણયો અને સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. તેમ ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર યુનિયન (એચ.એમ.એસ), કંડલાના પ્રમુખ અને વેજ બોર્ડના સભ્ય એલ સત્યનારાયણ દ્વારા જણાવ્યુ છે તેમ અખબારી યાદીમા ઉપપ્રમુખ જીવરાજ ભાંભીની જણાવ્યુ હતું.
આ બેઠકમા મકાન કરાયા ભાથા ૧૫% લેખે નવી બેસિક પગાર ઉપર લેવામાં આવશે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ૧૧૦૦થી વધારીને ૧૫૦૦ અને એના ઉપર જે મોંઘવારી ભથ્થુ હશે તે ગણવામાં આવશે
વોશિંગ એલાઉન્સ ૧૯૪થી વધારીને ૨૪૦ અને ૨૫૦થી વધારીને ૩૦૦ કરવામાં આવશે, તા. ૧-૧-૨૪ સુધી સુધારેલ સી સી એસ પેન્શન નિયમ મુજબ આપવામાં આવશે, અનુસંધાને થતા એરિયર્સ ૯૦ દિવસના અંદર આપવામાં આવશે પેન્શનર્સ માટે મેડિકલ ભથ્થુ દર મહિને ૧૦૦૦થી વધારીને ૨૦૦૦ કરવામાં આવ્યુ છે તેમ યાદીમાં જણાવાયું હતું.