લોકભાષા-ભુજ :
મુન્દ્રાના શક્તિ નગર પાસેના ભારત પેટ્રોલ પંપ પાસે એક સીએનજી વેનમાં આગ લાગી ઉઠતા જાહેર માર્ગે ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવની વ્યવસ્થામાં વ્યસ્ત બન્યું હતું. ત્યારે મુન્દ્રામાં સરકારી ફાયર વિભાગની સુવિધા ઉપલબ્ધ બને તેવી માંગ ઉઠી છે.
આ અંગે પેટ્રોલ પંપ ના ઓનર વિશ્રામ ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે સોમવાર સાંજે શક્તિ નગર પાસેના ભારત પેટ્રોલ પંપમાં સીએનજી પુરાવા વાહનોની કતાર લાગી હતી, તે દરમિયાન કતારમાં ઉભેલી મારુતિ ઇકોમાં નીચે તરફના એન્જીનમાં આગે દેખા દેતા સ્ટાફ કર્મચારીઓએ કાર ચાલકને આગની જાણ કરી નીચે ઉતારી લીધો હતો અને કારણે પંપથી દૂર કરી હતી. ઘટના અંગે પોલીસને જાણ કરતા ખાનગી કંપનીનું ફાયર ફાયટર પહોંચી આવ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી.

