લોકભાષા-ગાંધીધામ :
મુંદરા શહેરના નદીનાકા વિસ્તારમાં આવેલ ભુખીનદીના પટમાં આવેલ પાન મસાલાની કેબીનમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો.
પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ના કર્મચારીઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી મુંદરા શહેરમાં આવેલ નદીનાકા વિસ્તારમાં ભુખીનદીના પટમાંથી આરોપી ઇસ્માઇલ યુસુફ શેખ, ઉવ. ૭૩, રહે. સુખપરવાસ, તા.મુંદરા, જી. ભુજ- કચ્છવાળાને ઝડપી પાડી તેના કબ્જાની પાન-મસાલાની કેબીનમાં ઝડતી કરી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન ૨૬૬ ગ્રામ, કિંમત રૂપિયા ૨,૬૬૦નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત મજકુર ઇસમ વિરૂધ્ધ મુંદરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કાર્યવાહીમા પશ્ચિમ કચ્છ એસઓજીએ આરોપી ઇસ્માઇલ યુસુફ શેખ, ઉવ. ૭૩, રહે. સુખપર વાસ, તા.મુંદરા, જી.ભુજ-કચ્છના કબ્જામાંથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૨૬૬ ગ્રામ, કિમત રૂપિયા ૨,૬૬૦, મોબાઇલ નંગ ૦૧, કિંમત રૂપિયા ૫૦૦, રોકડા રૂપિયા ૪૦૦, ડીજીટલ સેલઓપરેટેડ વજનકાંટો નંગ ૦૧, કિંમત રૂપિયા ૫૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૪,૦૬૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.