લોકભાષા-ભુજ :
મુન્દ્રામાંથી કોકેઇનના જથ્થા સાથે એક શખ્સને મુન્દ્રા પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કુલદીપસિંહ સવિન્દ્રસિંહ શીખ પાસેથી 32.47 લાખની કિંમતનો 32.47 ગ્રામ કોકેઇન કબજે કર્યો છે.
જિલ્લામાં કેફી અને માકદ પદાર્થોના સેવન અને હેરફેરની પ્રવૃત્તિઓને નાબુદ તેમજ રોક લગાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તમામ સુરક્ષા એજન્સીઓને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા એનડીપીએસની પ્રવૃત્તિ સાથે જોડાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ મુન્દ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગત રોજ મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રોહીતગીરી મગનગીરી ગુંસાઈને બાતમી મળી હતી. આઅ બાતમીના આધારે મુન્દ્રા ટાઉનમાં દેવાંગ ટાઉનશીપ, શ્રીજીનગર મુંદરા ખાતે રેડ કરી ગેરકાયદેસર માદક પદાર્થ કોકેઇનના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે આરોપી વિરૂદ્ધ એનડીપીએસ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આરોપી કુલદિપસિંગ સવિન્દ્રસિંગ મજબી
મળતી માહિતી અનુસાર પકડાયેલ આરોપી પંજાબના તરનતારનનો 39 વર્ષીય રહેવાસી કુલદિપસિંગ સવિન્દ્રસિંગ મજબી(શીખ) છે. કોકેઇન 32.47 ગ્રામ જેની કિંમત રૂપિયા 32.47 લાખ ભારતીય ચલણ રોકડ રકમ કુલ રૂપિયા 5600 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 ટેબ્લેટ રૂપિયા 25,000 સહિત પોલીસે તેના પાસેથી કુલ 32.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ઘણી વાર પંજાબના તરનતારનમાંથી કચ્છ આવતો હોવાનું પણ બહાર આવ્યું છે.

