લોકભાષા-ગાંધીધામ :
અંજારના મેઘપર બોરીચીમાથી સોયાબીન તેલના જથ્થા સાથે બે શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા જયારે અન્ય એક આરોપીનુ નામ ખુલતા ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરત સામત હેઠવાડીયા રહે. ટપ્પર તા.અંજાર વાળો પોતાના અંગત ફાયદા સારૂ પોતે તથા તેના માણસો દ્વારા તેલ કંપનીઓમાંથી તેલ ભરી જતા ટેન્ડરોમાંથી ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવે છે અને ચોરી કરેલ તેલનો જથ્થો તેણે મકાન નં. ૧૫, સ્વામીનારાયણનગર, મેઘપર (બો) તા.અંજાર વાળા મકાનમાં સંગ્રહ કરેલ છે અને ચોરી કરેલ તેલનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા સ્થળ ઉપર જઈ તપાસ કરતા સોયાબીન તેલના જથ્થા સાથે બે આરોપીઓ રોહિત મહાવિર બંસલ,
અવનીશ શ્રીરામશંકર કશ્યપ હાજર મળી આવતા આ સોયાબીન તેલના જથ્થા બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઈ આવતા ઉપરોકત આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ રોહિત મહાવિર બંસલ ઉ.વ. ૩૬ રહે.મ.નં. ૧૫,સ્વામીનારાયણનગર મેઘપર (બો) તા.અંજાર મુળ રહે. બુગાણ તા.બરવાડા જી.હિસ્સાર (હરીયાણા) અને અવનીશ શ્રીરામશંકર કશ્યપ ઉ.વ. ૨૦ રહે. મ.નં. ૧૫ સ્વામીનારાયણનગર મેઘપર (બો) તા.અજાર મુળ રહે. તાજપુર તા.માનાવાદ જી.ફરૂડાબાદ (યુ.પી.)ના કબ્જામાંથી
સોયાબીન તેલ લીટર -૧૧૦૦ કિંમત રૂપિયા ૧,૧૦,૦૦૦, પ્લાસ્ટીકના ખાલી બેરલ ૨૦ કિંમત રૂપિયા ૧૦૦૦૦, ખાલી ડેરબા નંગ-૨૫ કિંમત ૨૫૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧,૨૨,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામા આરોપી ભરત સામત હેઠવાડીયા રહે. ટપ્પર તા.અંજારનુ નામ ખુલતા ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


