લોકભાષા-આણંદપર :
ચાર દિવસીય ચાલનારા મોટાયક્ષના મેળામાં બુધવારે પણ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. આમ બુધવારના મેળો આઠ વાગે પુરો જાહેર કરવામાં આવે છે.આ વખતે રાત્રીના બાર વાગે મેળો પૂરો થયો હતો.છતા પણ લોકોના મન મેળામાં જ હતા મોડે સુધી મેળાની મોજ માણી હતી.
આ મેળામા સાથ સહકાર આપનાર તમામનો આભાર માન્યો હતો.યક્ષ દાદાના મંદિરે લાખો શ્રધ્ધાળુઓએ માથુ ટેકવ્યું હતું.ડી.વાય.એસ.પી.,પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. એસ.પી.,કલેકટર સહિતનાઓએ મેળાની મુલાકાત લીધી હતી.
ચાર દિવસ ચાલનારા આ મેળામાં આજ રોજ તા.૨૫/૯/૨૪ ના સાંજે ૮:૦૦ વાગે મોટાયક્ષ(મીની તરણેતર) મેળાની પુર્ણાહુતી તેમજ સ્નેહમિલન ભોવા પરિવાર તેમજ સાંયરા(યક્ષ) જુથ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ મેળા દરમ્યાન આવેલ સંસ્થાઓ તેમજ સરકારી કચેરીઓ જેમ કે ખાસ કરીને પુરા મેળામાં પોલીસની કામગીરી ખુબજ વખાણવા લાયક હતી. મેળામાં સંપૂર્ણપણે સહી સલામત પોલીસની ચુસ્ત બંદોબસ્તના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો તેનો આભાર માન્યો હતો.દેસલપર પી.જી.વી.સી.એલ.ની સેવા ચોવીસ કલાક સતત કોઇપણ ક્ષતિ વિના પુરી પાડવામાં આવી હતી.ફાયર ફાઈટરની સેવા મેળા દરમ્યાન ચોવીસ કલાક સુધી મેળામાં હાજરી આપી તેમની સેવા પરિપૂર્ણ કરી હતી.આરોગ્ય ખાતું પી.એચ.સી. મગવાણા દ્વારા આરોગ્ય ખાતા દ્વારા સેવા આપવામાં આવી હતી.તેમજ આરોગ્ય ખાતા દ્વારા ૧૦૮ ની સેવા પણ સતત ૨૪ કલાક આપવામાં આવી હતી.માહિતી ખાતા દ્વારા મેળામાં મોટો ડુંમ બનાવવામાં આવ્યો હતો જેના દ્વાર કેન્દ્રની તેમજ રાજયની તમામ સરકારી યોજનાઓની માહિતી મેળામાં આવતા લોકોને આપવામાં આવી હતી.આમ મેળા દરમ્યાન આવેલ તમામ સરકારી તેમજ તમામ નામી અનામી સંસ્થાઓનો આભાર સાંયરા(યક્ષ) જુથ ગ્રામ પચાયત તેમજ ભોવા પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો તેવું મેળા અધ્યક્ષ ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું.તેમજ મેળામાં ધધાર્થે આવતા વેપારીઓ તેમજ મેળો માણવા આવતી સહેલાણીઓને કોઈ જાતની તકલીફ ના પડે એ માટેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
આમ મેળાની પૂર્ણાંહુતી બુધવારના ૬:૦૦ કલાકે કરવામાં આવતી હોય છે.આ વર્ષથી બે કલાક વધારીને આઠ વાગે પૂર્ણાંહુતી કરવામાં આવી હતી.આઠ વાગે સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું જેમાં મેળા અધ્યક્ષ ધીરજલાલ પટેલ પટેલ, પુજારી નવીનભાઈ ભોવા, રતનભાઈ ભોવા, બાબુભાઈ કે.ભોવા, ડોશાભાઈ ભોવા, રામજીભાઈ ભોવા, પરબતભાઈ ભોવા, વેસાભાઈ ભોવા, ક્ષત્રીય સંગાર સમાજના પ્રમુખ વાલજીભાઈ સંગાર, સુજાભાઈ ભોવા, લક્ષ્મીચંદ સંગાર, વિપુલ મારાજ-સમાજ ગુરૂ, મુળજીભાઈ નાકરાણી- માજી સરપંચ તેમજ ભોવાપરિવાર સહીતના હાજર રહ્યા હતા. પોલીસની સારી કામગીરી બદલ કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર મેળાની પૂર્ણાંહુતી જાહેર કરવામાં આવી હતી.



