લોકભાષા-ભુજ :
માંડવી મરિન, મુંદરા પોલીસ મથકે દારૂના કેસમાં અગાઉ પકડાઇ ચુકેલા મોટા કાંડાગરાના બુટલેગરની પાસાની દરખાસ્ત મંજુર થતાં એલસીબીએ અટકાયત કરીને અમદાવાદ જેલમાં ધકેલી દેવા તજવીજ હાથ ધરી છે.
મુંદરા તાલુકાના મોટા કાંડગારા ગામે રહેતા અને માંડવી મરિન તથા મુંદરા પોલીસ મથકે દારૂના કેસમાં પકડાઇ ચુકેલા હરદીપસિંહ લધુભા ખોડ ઝાલા (ઉ.વ.28) વિરૂધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને કલેકટરને મોકલવામાં આવી હતી. જે મંજુર થતાં એલસીબીએ આરોપીની અટક કરીને પાસા તળે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવા કાર્યવાહી કરી છે.