લોકભાષા-ગાંધીધામ :
મોટી ચીરઇ નજીકથી લોખંડના સ્ક્રેપના જથ્થા સાથે બે આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.
પૂર્વ કચ્છ એલસીબી એન એન ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મુકેશ કજોડમલ જાટ રહે-જુની મોટી ચિરઈ નામનો ઇસમ જુની ચીરઈ પાસે આવેલ જીયોના પેટ્રોલપંપ પાસે પોતાના અંગત ફાયદા સારૂ હાઇવે પર જતા અલગ અલગ ટ્રેલરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી લોખંડના ભંગાર(સ્કેપ)ની ચોરી કરે છે.
બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબીએ તપાસ કરતા મુકેશ કજોડમલ જાટ રહે- જુની મોટી ચિરઈ તથા શ્યામલાલ મહેરબાનસિંગ ખારોલ રહે-વોંધ પીક અપ ડાલામાં લોખંડના સ્કેપ ભરી ઉભા હતા. તેમને લોખંડના સ્કેપ બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાઈ આવતા બને આરોપીને પકડી પાડી ભચાઉ પોલીસ સ્ટેશનમાં એલસીબી દ્રારા ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસને સોંપવામાં આવેલ છે.
આ ગુનામા આરોપી મુકેશ કજોડમલ જાટ રહે-જુની મોટી ચિરઈ તા-ભચાઉ ખેમાણા તા-રાયપુર જે.ભીલવાડા રાજસ્થાન અને શ્યામલાલ મહેરબાનસિંગ ખારોલ રહે-પ્લોટ વિસ્તાર વોંધ તા-ભચાઉ મૂળ-ખારોલ ખેડા તા-મહેતપુર જી-ઉજ્જૈન (એમ.પી) લોખંડના સ્કેપ (ભંગાર) ૮૬૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૪૭,૩૦૦, મોબાઈલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૨૦,૦૦૦, પીક અપ ડાલુ રજી.નં. જીજે-૦૮-વી-૧૨૧૩ કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત રૂપિયા ૩,૬૭,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવી હતી.

