લોકભાષા-ભુજ :
પુરવઠા વિભાગ કચ્છ દ્વારા વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રાશન કાર્ડ સાથે જોડી ઈ.કે.વાય.સી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ઉપરાંત આવતા સપ્તાહથી ૪ લાખ ૪૫ હજાર કચ્છના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવશે, તેમજ સમગ્ર કચ્છના 24 લાખથી વધુ અરજદારોને ઈ-કેવાયસી સાથે લીન્ક કરવામાં આવશે બીજી તરફ અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં થવાનો બનાવ સામે આવ્યો છે
પ્રાથમિક શાળાના મધ્યાન ભોજન યોજનામાં અખાદ્ય ચણા અપાયાં હતા સરકાર દ્વારા ફાળવવામાં આવતા જથ્થામાં મધ્યાન ભોજન સંચાલકને અખાદ્ય ચણા અપાયા હતાં.સસ્તા અનાજના દુકાનદારે ખરાબ જથ્થો ઉપરથી જ આવતો હોવાનું સંચાલકને જણાવ્યું હતુ.તદ્દન હલકી કક્ષાના ચણા ના કારણે બાળકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરાયા છે
અખાદ્ય ચણા ખાવાથી બાળકોને કઈ થાય તો જવાબદારી કોની ? તે એક સવાલ છે.તમામ જથ્થો હસ્તગત કરવા પુરવઠા વિભાગએ સૂચના આપી છે
મામલતદાર સહિતનાઓને ખુલાસો કરવા પુરવઠા વિભાગની સૂચના અપાઈ છે હાલ તમામ જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હોવાનું એ.એસ.હાસમી. જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતુ


