લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના નાની રાયણથી મોટી રાયણ ગામ વચ્ચે દિકરી જતી હતી ત્યારે બે શખ્સોએ સતામણી કરી હતી. પરિવાર ઠપકો આપવા જતા ગાળાગાળી કરી માર પણ મારવામાં આવ્યો હતો.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ૧૬ વર્ષિય સગીરાને તેનો પરિવાર એક્ટિવા પર બેસાડી હોસ્ટેલથી ઘરે લઈ જતા હતા ત્યારે
આ બનાવ બન્યો હતો. આરોપી મોટી રાયણના આદીલ ગુલામ ખલીફાએ વેગનઆર ગાડીથી પીછો કરી હોર્ન મારી એક્ટિવા નજીક ગાડી લઈ જઈ હાથના ઈશારાથી સગીરાની જાતિય સતામણી કરી હતી. આ બાબતે ઠપકો આપતા આરોપી ગુલાબ આદમ ખલીફાએ જેમ તેમ ગાળો આપી ભોગ બનનાર સગીરાએ પહેરેલ જાકીટના ગળેથી પકડી હચમચાવી દેતા સાહેદ પહોંચી ગયા ત્યારે આ મહિલાને પણ થપ્પડ મારી ધક્કો મારી ગાળાગાળી કરવામાં આવી હતી. પરિવારના, અન્ય સભ્યોને ફોન કરીને બોલાવતા આદીલ અને ગુલામ બન્ને ઈસમો વેગનઆર ગાડી લઈને ભાગી ગયા હતા. સમગ્ર બાબતે કોડાય પોલીસમાં જાતિય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે

