લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના મોટી રાયણ ગામે બસ સ્ટેશન નજીક ચાની કેબીન પાસે એલસીબીએ દરોડો પાડીને ધાણી પાસાનો જુગાર રમતા ભરત દેવાંગ ગઢવી, સુલતાના અબ્દુલ તુર્ક, ઇરફાન અબ્દુલ તુર્ક, જીતેશ કરશન ગઢવી, દેવરાજ કરશન ચારણ, રતન લક્ષ્મણ ગઢવી, પચાણ પાલુ ગઢવી, અલ્તાફ નુરમામદ ભટ્ટી સહિત આઠ જુગારીઓને રોકડ રૂપિયા 31,600 તથા 42 હજારના આઠ મોબાઇલ અને 60 હજારની ચાર બાઇક મળીને કુલે રૂપિયા 1,33,600 સાથે ઝડપી પાડીને કોડાય પોલીસ મથકમાં જુગાર ઘારાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો.