લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના મોડકુબા ગામની સીમમાં અદાણી કંપનીની પવનચક્કી ચાલુ ન કરવા દઇ લાખોનું નુકશાન કરીને ધાકધમકી કરતાં બે ભાઇઓ સામે ગઢશીશા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.
બાંભડાઇ ગામે રહેતા અને સદગુરૂ સિક્યુરીટી સર્વિસમાં નોકરી કરીને અદાણી કંપનીની મોડકુબા ગામે આવેલી પવનચક્કીની દેખરેખ કરતા ઉમર ઓસમાણ સંગારે ફરિયાદમાં જણાવ્યું હતું. તેમના દેખરેખ હેઠળની મોડકુબા ગામે અદાણી કંપનીની માલિકીન જમીનમાં અદાણી કંપનીએ ઉભી કરેલી પવનચક્કી ચાલુ કરવા ન દઇ મોડકુબા ગામના કુમાસિંહ જીલુભા જાડેજા અને કનુભા જીલુભા જાડેજાએ આ જમીન અમારી વડીલો પાર્જીત છે. આ જમીન પર પવનચક્કી ચાલુ કરવા નહીં થઇએ તેવી ધાકધમકી આપીને 16 ડીસેમ્બરથી પવનચક્કી ચાલુ કરવા ન આપી કંપનીને રોજના દોઢ લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું. પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

