લોકભાષા-ભુજ :
તાલુકાના મોખાણા ગામે મોબાઈલ ફોનમાં ગેમ હારી જતાં કિશોરે ઝેરી દવા પીને જિંદગીનો કરૂણ અંત આણી લેતા અ૨ે૨ાટી ફેલાઈ જવા પામી છે. ભુજના મોખાણા ગામના બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
જાણવા મળતી વિગતો મુજબ ૧૭ વર્ષિય કાર્તિક કાનજીભાઈ મેરીયાએ ગત તા. ૪ જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા તેને કાનજીભાઈ વેલજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમા લઈ આવ્યા હતા. જ્યાં તેઓનું તા. ૮ જાન્યુઆરીના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પધ્ધર પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી પરમારના જણાવ્યા પ્રમાણે હતભાગી કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા તે હારી ગયો હતો જેના આઘાતમા તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. હતભાગીનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.

