રાજકોટ,
રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસ મેઘરાજેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કેટલાંક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટનાઓ બની હતી. પરંતુ, રાજકોટમાં તો નવી નક્કોર બિલ્ડિંગની જ છત ધરાશાયી થઈ ગઈ છે. લગભગ ૧૨૦૦ કરોડના ખર્ચે બનેલી એઇમ્સની કેન્ટિનની છત તૂટી પડતાં ત્યાં નાસ્તો કરી રહેલાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, રાજકોટની નવી બનેલી એઇમ્સની કેન્ટિનમાં લોકો નાસ્તો કરી રહ્યા હતાં, ત્યારે એકાએક પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થઈને નીચે પડી ગયો હતો. રાજકોટ એઇમ્સના સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા ઘણાં દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે છત પર ભેજ લાગ્યો હતો અને આ ભેજના કારણે જ પીઓપીની છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. જાેકે, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
સત્તાધીશોના જણાવ્યા મુજબ, હાલ આ ધરાશાયી થયેલા ભાગને રિપેર કરી દેવાયો છે.
રાજકોટમાં ૧૨૦૦ કરોડના ખર્ચે બનેલી AIIMS કેન્ટિનની છત તૂટી પડી
Related Posts
Add A Comment