લોકભાષા-ભુજ :
માધાપરમાં રૂદ્ર હોટલમાં ચાલતી ગેરરીતી બાબતે સ્થાનિક લોકોએ એસપી અને માધાપર પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસ કોઇ જ કાર્યવાહી ન કરતી હોવાથી સ્થાનિક લોકોએ હોબાળો મચાવતાં માધાપર પોલીસે રેડ પાડીને હોટલ રૂદ્રામાંથી શાળામાં ભણતી સગીરા અને ગામના જ એક યુવાનને પકડી પાડી પોલીસ મથકે લઇ આવ્યા હતા. માધાપર પોલીસે હોટલ માલિક સામે જાહેર નામના ભંગની કાર્યવાહી કરી હતી.
તાજેતરમાં મમુઆરા ગામે હોટસ હસ્તિકમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાયા બાદ માધાપર જુનાવાસમાં આવેલી હોટલ રૂદ્રામાં આધાર પુરાવા લીધા વીના રૂમો આપીને ગેરપ્રવૃતિ ચાલતી હોવાની સ્થાનિક લોકોમાંથી ફરિયાદ ઉઠી હતી. જે અંગે સ્થાનિક લોકોએ 20 નવેમ્બરના રોજ લેખિત પશ્ચિમ કચ્છ એસપી અને માધાપર પોલીસ મથકના ઇન્સ્પેકટરને લેખિત અરજી આપી હતી. બે દિવસ સુધી કાર્યવાહી ન થતાં શનિવારે સવારે હોબાળો મચી ગયો હતો. જેને પગલે માધાપર પોલીસે લોકો સાથે હોટલ રૂદ્રામાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન હોટલના રૂમમાંથી ગામની શાળાનો યુનિફોર્મ પહેરલ સગીરા અને ગામના યુવકને પકડી પાડી પોલીસ મથકે લઇ જવાયા હતા. પોલીસ તપાસ દરમિયાન હોટલ રૂદ્રાના માલિકમા માલિક કમલેશ ભોજરાજભાઇ આહિરે પોતાની હોટલમાં સગીરા સાથે આવેલા યુવક પાસેથી કોઇ આધાર પુરાવાઓ ન લઇ રૂમ રહેવા આપી દીધો હોવાનું સામે આવ્યું હતું. માધાપર પોલીસે ભુજના કૈલાશનગરમાં રહેતા અને માધાપરમાં હોટલ રૂદ્રાના માલિક કમલેશ ભોજરાજભાઇ આહિર સામે જાહેર નામના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.