લોકભાષા-આણંદપર :
નખત્રાણા તાલુકાના મોટાયક્ષથી મંગવાણા સાત કિલોમીટરના રોડપર બને બાજુ ઝાડીઓ વધતા રોડની સાઈડ સાંકળી થવા લાગી છે.અમુક જગ્યાએ ઓછી છે તો અમુક જગ્યાએ વધારે હોવાના કારણે રોડપર પ્રસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.તેમજ આ રોડપર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે.તંત્રના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ રોડપરથી અવારનવાર પ્રસાર થતા હોવા છતા આ લોકોને દેખાતુ નથી.આંખમાં મોતિયો હોય એવું લાગી રહ્યું છે.
આ રોડ પહેલા સિંગલ પટી હતો પાંચથી છ વર્ષ પહેલા આ રોડને પહોળો કરવામાં આવ્યો હોવાથી રોડપરની સાઈડો બેસી જવાના કારણે રોડ ઉંચો થઈ ગયો છે.તેમજ આ રોડપર વળીયા(ગાંચ) હોવાના કારણે પાછળ બેઠેલી મહિલાઓ અકસ્માતે નીચે પટકાય છે. નાની મોટી ઈજાઓ સાથે ક્યારેક જીવ પણ ખોવાનો વખત આવતો હોય છે.અને પાછળથી કરવામાં આવેલ રોડ બેસવાના કારણે નીચો થવાના કારણે અને સાથે ગાંડા બાવળની ડાળીઓ રોડપર આવવાના કારણે વાહન-ચાલકોને પરેશાનીનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે.દિવસ કરતા રાત્રીના ભાગે વાહન-ચાલકોને તકલીફ વધારે પડી રહી છે.સામેથી આવતા મોટા વાહનોની લાઈટોથી નાના વાહન-ચાલકો અંજાઈ જવાના કારણે ક્યારેક નાના-મોટા અકસ્માતો થવાનો પણ ભય રહેલો હોય છે.આ સાત કિલોમીટર રોડપર વધી ગયેલ ઝાડી તેમજ ખાડાઓ પૂરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ થવી જોઈએ.મોટાયક્ષના મેળાને તેમજ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ગણતરીના દિવસો બાકી છે.આ પહેલા રોડની બને સાઈડો પરથી ઝાડી કટીંગ તેમજ રોડ પર પડેલા ખાડાઓ તેમજ રોડની બને સાઈડો કાનસ જેવી થઈ જવાથી નાના વાહનચાલકો મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.આ રોડપર રેલ્વેના પુલના કામ કરતી વખતે ખોદકામ તેમજ નર્મદાની પાણીની લાઈનમાં ભંગાણ પડતા સીસી રોડને તોડવામાં આવ્યો હતો.તે ખાડાના કામનું રીપેરીંગ કામ થયું નથી.આ રોડનું નવીનીકરણ માટે મંજુર તો થયો છે તેનું કામ ક્યારે શરૂ થશે એ નક્કી નથી.હાલ મોટા યક્ષનો મેળો અને માતાના મઢ જતા પદયાત્રીઓ આ રોડપરથી અવરજવર કરશે તો આ રોડની રીપેરીંગ કામગીરી તાત્કાલીક ધોરણે થવી જોઈએ એવી વાહન-ચાલકો તેમજ આજુબાજુના ગામલોકોની માંગણી છે.

