લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ પ્રાંત અધિકારી અને ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા લાકડીયા આડેસર હાઈવે ઉપર ખનીજ ચોરી કરતા ૧૮ ટ્રકોને ઝડપી પાડ્યા : ૫.૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પોલીસને કાર્યવાહી માટે સોંપવામાં આવી છે.
ભાચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા ફ્લાઇંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહ તથા તપાસ ટીમ દ્વારા પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઇવે પર ગેરકાયદે ખનિજ પ્રવૃતિ અંગે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તે જ રીતે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય બે ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઈનાકલે ખનિજ વહન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. કુલ મળી 18 ટ્રકોને ગેરકાયદે ખનિજ વહન બદલ સીઝ કરી આશરે પાંચ કરોડ ચાલીસ લાખનો મુદ્દામાલ લાકડીયા તથા ગગોદર પોલીસ સ્ટેશનને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યવાહી બદલ સદર વાહન માલિકો પાસેથી કુલ મળી 54 લાખ રૂપિયાની દંડકિય વસુલાતની કામગીરી ફ્લાઇંગ સ્કવોર્ડ – કચ્છ દ્વારા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.