લોકભાષા-નલિયા :
અબડાસાના લાખણીયા ગામે 14 વર્ષથી પ્રાથમિક શાળાની ઇમારત નથી બની ભૂકંપ બાદ ગામમાં નવી શાળા બની જ નથી. યુનિસેફ દ્વારા બનાવેલી શાળા જર્જરિત હોવા છતાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. રાજકીય પ્રતિનિધિઓની ઉદાસીનતા મુખ્ય કારણ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે
કચ્છ જિલ્લાના છેવાડાના અબડાસા તાલુકાના લાખણીયા ગામમાં પ્રાથમિક શાળા ખૂબ જ જર્જરીત હાલતમાં જોવા મળેલ હતી. વર્ષ 2001 માં આવેલ ભયાનક ભૂકંપ બાદ જે તે વખતે યુનેસ્કો દ્વારા પ્રાથમિક શાળાનું નિર્માણ કરવામાં આવેલ હતું જેની મર્યાદા 10 વર્ષ જ હતી આ શાળા 2012 થી વપરાશ માટે જોખમી હોવા છતાં આજે 2025 માં પણ તે જ શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને ચોમાસાના સમયમાં ગામના વાલીઓ બાળકોને શાળામાં મોકલતા નથી કારણકે જો બાળકો શાળામાં જાય તો તેમના જીવનને ખૂબ જ મોટું જોખમ ઊભું થાય તેમ છે.

તો બીજી તરફ ગામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કર્યા બાદ પણ આ જ દિવસ સુધી ગામની પ્રાથમિક શાળા અંગે કાંઈ નિરાકરણ આવ્યું નથી આ બાબતે લખન ધુવા,દતેશ ભાવસાર, માવજી હિંગણા દ્વારા ગામની મુલાકાત લઈ કચ્છ જિલ્લાના શિક્ષણના હિતમાં આ મુદ્દાને લઈને જિલ્લા પંચાયત કલેકટર કચેરી તથા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને આગામી દિવસોમાં યોગ્ય સમાધાન નહીં આવે તો ધરણા આંદોલન અને આમરણ ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારેલ હતી જ્યારે લાખણીયા ગામમાં હાઇસ્કુલ શરૂ કરવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવેલ છે આગામી દિવસોમાં હાઈસ્કૂલ માટે પણ સરકારમા રજૂઆત કરવામાં આવશે તથા લાખણીયા ગામના રસ્તાને ફરીથી બનાવવા ફરિયાદ કરવામાં આવશે.
તસ્વીર : જગદીશભાઈ ભાનુશાલી

