લીલાશાહ કુટિયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ
રેલવેની કામગીરીને કારણે ગરનાળું પણ બંધ થતા લોકોને વેઠવી પડે છે પારાવાર મુશ્કેલી
લીલાશા ફાટકના ભુમિપૂજન ઘણી વખત થયા પણ કામગીરી નહી
ફોટા
લોકભાષા-ગાંધીધામ :
લીલાશાહ કુટિયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન સમસ્યા દૂર થવાને બદલે વધી રહી છે રેલવેની કામગીરીને કારણે ગરનાળું પણ બંધ થતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે લીલાશા ફાટકના બ્રિજનુ ભુમિપૂજન ઘણી વખત થયા પણ કામગીરી હજુ સુધી ચાલુ થઈ નથી.
લીલાશા ફાટકની સમસ્યા ઉકેલાતી નથી ત્યારે લીલાશા કુટીયા વિસ્તારના લોકો માટે પડ્યા ઉપર પાટુ સમાન અંડર બ્રિજ પણ બંધ થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે લીલાશાહ ફાટકે બ્રિજ બનવાની ઘણા લાંબા સમયથી કાર્યવાહી ચાલે છે પરંતુ અહીં નક્કર કામગીરી થઈ રહી નથી ત્યારે મેઘપરના લોકો માટે ગરનાળું બનાવવામાં આવ્યું છે જેમાંથી દ્વિચક્રી વાહનો અથવા તો રાહદારીઓ પસાર થઈ શકે છે પરંતુ હાલમાં રેલવેની કામગીરી ચાલુ હોવાથી આ ગરનાળું પણ બંધ કરવામાં આવ્યું છે જેથી લોકોને મોટી સમસ્યા થઈ રહી છે ફરજિયાત લીલાસા ફાટક પરથી પસાર થવું પડે છે અને ટ્રાફિકજામનો ભોગ બનવું પડે છે ભાજપના સત્તાધિશો દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવે છે પરંતુ નક્કર કામગીરી થઈ રહી નથી.
આ વિસ્તારના લોકો દ્વારા હાલ અંજાર અને ગાંધીધામ બંને વિસ્તારમાં નગરપાલિકાથી ધારાસભ્ય અને કચ્છ સાંસદ પણ ભાજપના છે એટલે કે અંજાર અને ગાંધીધામમા ભાજપ પક્ષ બહુમતીમા છે છતાંય આ વિસ્તારની જનતા પ્રાથમિક સુવિધા માટે તરસતી રહી છે રેલવેના ફોર ટ્રેક કારણ ચાલતું હોવાથી મેઘપરની જનતા માટેનું ગરનાળું જેમાંથી દ્વિ ચક્રીય અને પગે જાતા લોકો માટે સવલત હતી તે વરસાદી નાળુ બંધ થવાથી લોકોને હાલ તકલીફ થઈ રહી છે અને એરસી ૫ ફાટક પરથી પસાર થવા મજબુર બન્યા છે જેથી ટ્રાફિક જામ અને સમયનો વ્યય થઈ રહ્યો છે સત્તા પક્ષ ભાજપ કેમ આ વિશે જાગરૂપતા દાખવતી નથી અને આ કાર્ય ને આગળ ધપાવવા કેમ પ્રયાસ થઈ નથી રહ્યા મેઘપર બોરીચીની જનતાનો આ પ્રશ્ન ક્યારે હાલ થશે તેવા સવાલો કરી રહ્યા છે.
જીયુડીસી દ્વારા આ કાર્ય માટે ટેન્ડરો ભરાયા છે પણ આગળની પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે ત્યારે આ અંડરપાસ નિર્માણ કાર્ય ઝડપથી શરૂ થઈને પૂર્ણ થાય તેવી લોકો આશા સેવી રહ્યા છે.


