લોકભાષા-ગાંધીધામ :
જુમાપીર તથા સ્વામી લીલાશાહ રેલવે અંડર પાસ અન્વયે અનશન આંદોલનના આગામી મહિનાથી મંડાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ અંગે
લડત સમિતિના આર.જી.કપ્તાએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવી જાણ કરી હતી
આ પત્રમાં તારીખ ૧૪/૧૦/૨૦૨૪ના રોજ આ પ્રશ્ને પાઠવેલા આવેદનપત્ર બાદ અપનાવવામાં આવેલા સકારાત્મક અભિગમ અન્વયે હદયપૂર્વક આભાર માની જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષના અન્ડર બ્રિજ અંગે અનેક રજૂઆતો પ્રત્યે દાખવવામાં આવેલ ઉપેક્ષાએ લોક- લડત સમિતિ સ્વયંભૂ રીતે લોકોના પ્રાણ પ્રશ્નનો નિવેડો લાવવા અસ્તિત્વમાં આવી છે.
એ લોક–હિત સમિતિના સમર્થનમાં હું ૮૦ વર્ષીય વૃદ્ધ ધારાસભ્ય અંજાર-કચ્છની લોક સંપર્કની કચેરી સામે તારીખ – ૧૩/૧૧/૨૦૨૪ થી સંપૂર્ણ અહિંસક બિન રાજકીય તથા બિનસાંપ્રદાયિક અચોકકસ મુદતના અનશન આદરીશ.
આ પત્રમાં આંદોલન તદન ગાંધી ચિંધ્યા માર્ગ અહિંસક રહેશે સાથે કોઈ તોફાની તત્વોની દખલગીરી અંગે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેઘપર બોરીચી વિસ્તારની અનેક સોસાયટીઓમાં રહેતા લોકો માટે લીલાશાહ કુટિયા નજીકનુ રેલવે ફાટક મોટી સમસ્યા રૂપ છે અને ત્યા અન્ડર બ્રિજને મંજુરી મળી ગઈ છે જેને લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી કોઈ કામગીરી ન થતા આ વિસ્તારના લોકો દ્વારા લડત સમિતિ બનાવી લડતના મંડાણ કર્યા છે પ્રથમ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કર્યા બાદ હવે આગામી ૧૩ નવેમ્બરથી અનશન આંદોલન કરવાનુ નક્કી કર્યુ છે.