લોકભાષા-ભુજ :
સલામત સવારી એસટી અમારીની વાતો વચ્ચે આજે માંડવી નારાયણ સરોવર વાયા નલિયા બસનુ ટાયર નીકળી ગયુ હતુ
આજે આ ઘટના બનવા પામી હતી ચાલુ બસમાં ટાયર નીકળી ગયુ હતુ. જોકે કોઈ જાન હાની થવા પામી ન હતી. અવારનવાર આવી સમસ્યા સર્જાય છે ત્યારે એસ.ટી તંત્રએ તમામ બસોમાં કોઈ તકલીફ છે કે કેમ તે જોવું જોઈએ તેમજ જ્યાં સમસ્યા હોય તેનું નિરાકરણ કરીને પછી જ બસ સેવામા મુકવી જોઈએ આજે જો કોઈ જાન હાની થઇ હોત તો નિર્દોષ લોકો ભોગ બન્યા હોત આ વાત ભૂલવી ન જોઈએ
આજે કચ્છ એસ.ટી વિભાગની મોટાભાગની બસો ભંગાર છે કોઈના ટાયર બરાબર નથી તો કોઈ બસો ખખડેલી છે.ત્યારે આ પ્રશ્નને લઈને સતાધીસો ગંભીર બને તે જરૂરી છે.
રાજ્ય સરકાર દ્વારા લોકો વધુમાં વધુ એસ ટી નિગમની બસમા મુસાફરી કરે તે માટે પ્રોત્સાહિત કરે છે ત્યારે આવા બનાવો ચિંતાજનક છે. સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી પરંતુ ચાલુ બસમા ટાયર નિકળી જવાની ગંભીર ઘટના મોટો અકસ્માત પણ સર્જી શકે છે.