લોકભાષા-ભુજ :
મુંદરા તાલુકાના વડાલા ગામે આવેલી નિલકંઠ કોનકાસ્ટ ટી.એમ.ટી. કંપનીમાં કામ કરતા મજુરનો કન્વેર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મુંદરા મરિન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વડાલા સ્થિત નિલકંઠ કોનકાસ્ટ ટી.એમ.ટી. કંપનીમાં કામ કરતા 45 વર્ષીય ગોપાલ સરદાર નામના મજુર બુધવારે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં સાફ સફાઇનું કામ કરતા હતા. ત્યારે કન્વેર બેલ્ટમાં ડાબો હાથ આવી જતાં શરીરથી જુદો પડી ગયો હતો. જેથી ગંભીર ઇજાઓ થવાને કારણે મજુરનું સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.