સાબરકાંઠા,
સાબરકાંઠાના વડાલીમાં ૪૨થી વધુ વ્યક્તિઓના ખાનગી બેન્કોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. ફક્ત બેન્ક ખાતા જ નહી ડીમેટ ખાતા પણ બની ગયા હતા. ૨૦૧૬થી આ બેન્ક એકાઉન્ટ બની ગયા હતા. આ ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ જમા થયા હતા.
લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન પણ ખાતામાં થયા હતા. આ અંગે વડાલી પોલીસ મથકે ફરિયાદ કરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેમા લાખો રૂપિયાના ટ્રાન્ઝેકશન આ ખાતામાં થયું હોવાની જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસનું માનવું છે કે આ અંગે ચોક્કસપણે કહી શકાય કે કેવાયસી માટે લઈ ગયેલા દસ્તાવેજાેનો દૂરુપયોગ કરવામાં આવ્યો છે. તેના પગલે આ ૪૨ વ્યક્તિઓ પાસેથી કોણકોણ દસ્તાવેજાે લઈ ગયું હતું અને કઈ કઈ એજન્સીઓએ તેમનું કેવાયસી કરાવ્યું હતું તેની ચકાસણી પોલીસ કરી રહી છે. પોલીસ જાેઈ રહી છે કે હાલમાં કેવાયસી દ્વારા થતાં ફ્રોડમાં નોંધપાત્ર વધારો થયો છે. તેથી નાગરિકોએ સાવચેત થવું જરૂરી છે. આ બનાવને ધ્યાનમાં રાખીને પોલીસે આગામી સમયમાં કેવાયસી કરતી એજન્સીઓની કેવાયસી શરૂ કરે તેવી સંભાવના છે. મોટાભાગની ઠગાઈનો પ્રારંભ કેવાયસી એજન્સીઓ થકી જ થતો હોય છે. પોલીસે જણાવ્યું હતું કે આ બનાવ બતાવે છે કે કેવાયસી માટેના દસ્તાવેજાેનો ઉપયોગ કયા પ્રકારે થતો હોય છે. તેથી તમારા દસ્તાવેજાે કેવાયસી પેટે આપતા પહેલાં પોતે તે કરાવવા આવનારની ખરાઈ કરે તે જરૂરી છે. કમસેકમ તેનું ઓળખપત્ર તો માંગી જ શકાય.
વડાલીમાં ૪૨થી વધુ વ્યક્તિઓની જાણ બહાર ખાનગી બેન્કમાં એકાઉન્ટ, ડીમેટ ખૂલી ગયા
Previous Articleમુંબઈ ખાતે દેશના મહાબંદરના કર્મચારીઓની વેજરીવીઝન અંગેની બેઠક મળી
Next Article તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે ૬ હજાર સ્પેશિયલ ટ્રેન
Related Posts
Add A Comment