લોકભાષા-ગાંધીધામ :
અંજાર તાલુકાના ટપ્પર સીમમાં થયેલી વિજલાઈનના વિજ વાયરોની લુંટના સાત આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અંજાર-દુધઈ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બે-ત્રણ દિવસ અગાઉ રાત્રીના સમયે ટપ્પ૨ સીમમાંથી પસાર થતી વીજલાઈનમાંથી વીજ વાયરોની લુંટ થઈ હતી જે લુંટ વ૨નોરા ગેંગના માણસોએ કરેલ છે અને આ ઇસમો વીજ વાયર મુદ્દામાલ બોલેરો પીકઅપ ડાલામાં ભ૨ી બોલેરો તથા સ્વીફ્ટ કાર લઇ ટપ્પર બાજુથી લાખાપર થઈ ચાંદ્રાણી વાળા રસ્તેથી ભુજ બાજુ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી.
પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી તે દરમ્યાન આરોપીઓ સમીર ઈબ્રાહીમ ઇસ્માઈલ કુંભાર ઉ.વ. ૨૪ રહે. દાદુપીર રોડ,ભીડનાકા બહાર,ભુજ, મીરખાન જાદુર ખમીશા મમણ ઉ.વ. ૨૫ રહે. નાના વરનોરા તા.ભુજ, રીયાજ અલ્લારખા અધાભા ત્રાયા ઉ.વ. ૧૮ ૨હે. નાના વરનોરા તા.ભુજ, હાજી ૨મજુ અલીયાસ મમણ ઉ.વ. ૪૩ રહે. નાના વરનોરા તા.ભુજ, સુલેમાન જાનમામદ આમદ મોખા ઉ.વ. ૨૪ રહે. નાના વરનોરા તા.ભુજ, સુમાર ઇશાક સુલેમાન ત્રાયા ઉ.વ. ૫૦ રહે. નાના વરનોરા તા.ભુજ, ઇસ્માઈલ જાડુબ ખમીશા મમણ ઉ.વ. ૧૯ ૨હે. નાના વરનોરા તા.ભુજ પસાર થતા તેમની પુછપરછ ક૨તા દુધઈ ખાતે થયેલ એલ્યુમીનીયમનાં વીજવાયરની લુંટ કરી હોવાની કબુલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે દુધઈ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા હતા
એલસીબીએ પકડેલા આરોપીઓના કબજામાંથી એલ્યુમીનયમના વીજ વાયર ૩૦૧૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૫,૧૧,૭૦૦, બોલેરો પીકઅપ રજી. નં. જીજે-૧૨-બી.વાય-૭૪૬૮ કિંમત રૂપિયા ત્રણ લાખ, સ્વીફ્ટ કાર રજી. નં. જીજે-૧૨-એફએ-૮૬૯૧ કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ ફોન નંગ-૭ કિંમત રૂપિયા ૩૧,૦૦૦ સહિત કુલ રૂપિયા ૧૨,૪૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.