લોકભાષા-ગાંધીધામ :
અંજારના વરસામેડી નજીક એન્ડ્રોઈડ ફોન પડાવી લેવાની લહાયમાં યુવાનની હત્યા કરનાર બે પૈકી એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.
અંજારના વરસામેડી ગામે આવેલ ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વેલસ્પન કંપનીમાં કામ કરતા રાહુલ કુમાર ગૌડ નામના યુવાન પાસે રહેલ કીમતી એન્ડ્રોઇડ ફોન પડાવી લેવાના ઇરાદે હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દેનાર બે આરોપીઓ પૈકી વેલસ્પન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર નામના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો જ્યારે આ આરોપીની સાથે રહેલ અને હત્યામાં મદદગારી કરનાર ધીરજ કુમાર નામના આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરાઇ છે. બે દિવસ અગાઉ વર્ષામેડી ખાતે આવેલ અરિહંત નગર સોસાયટી પાછળ આવેલ કેનાલમાંથી રાહુલ કુમારની હત્યા કરેલી લાશ મળી આવી હતી આ મામલે મરણ જનારની પત્નીએ અજાણ્યા ઈસમો સામે હત્યાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો. મરણ જનાર રાહુલકુમાર ગૌડની ગળા પર તિક્ષણ હથિયારનો ઘા મારી હત્યા કરાઈ હતી અને બાદમાં લાશને કેનાલમાં ફેંકી દેવાય હતી આમલી પોલીસે આરોપી વેલસ્પન કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઇન્દ્રજીતસિંહ ગુર્જરને પકડી પાડ્યા બાદ અન્ય એક આરોપી ધીરજ કુમારનું નામ ખુલ્યું હતું જેને પકડી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે દરમિયાન પકડાયેલ આરોપીની પૂછપરછમાં મરણ જનાર રાહુલ કુમારે એક લાખની કિંમતનો કીમતી android ફોન 50,000 માં ખરીદ્યો હોય આ ફોન પડાવી લેવા બનાવના દિવસે આરોપીઓએ રાહુલ કુમારને અરિહંત નગર સોસાયટી પાછળ ફરવાના બહાને લઈ ગયા બાદ તેની પાસેથી મોબાઇલ પડાવી રાહુલની ગળા પર તીક્ષણ હથિયારનો ઘા મારી હત્યા કરી નાખી હતી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હત્યામાં વપરાયેલ હથિયાર અને મોબાઈલ ફોન કબજે કરવા આરોપીને રિમાન્ડ માટે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.

